જાફરાબાદના મીઠાપુર ગામે વાડી વિસ્તારમાં એક યુવકે ગાડી આગળ લઈ લો, મારે અંદર જવું છે કહેતા ઉશ્કેરાઈને તેની સાથે બોલાચાલી કરી લાકડાનો ઘા મારવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે રામકુભાઈ પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ.૩૦)એ નાગેશ્રીમાં રહેતા રામજીભાઈ જાદવભાઈ સાંખટ, કીશનભાઈ જાદવભાઈ સાંખટ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અઠવાડિયા પહેલા તેઓ તથા તેના પત્ની પોતાની મીઠાપુર વાડી વિસ્તારમાં ભાગવી રાખેલી વાડીએ મોટર સાયકલ લઈને જતા હતા. એ વખતે વાડીના છીંડા પાસે પહોંચતા આરોપીઓ મોટર સાયકલ લઈને સામે મળ્યા હતા. જેથી તેમણે ગાડી આગળ લઈ લો, મારે અંદર જવુ છે તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઈને તેમની સાથે બોલાચાલી કરી માથાના ભાગે બાવળના લાકડાનો એક ઘા મારી ઈજા પહોંચાડી હતી. તેમજ ગાળો આપી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી એમ મેવાડા વધુ તપાસ કરી રહ્યા છે.