અમરેલીમાં એક યુવક પર ગાડીઓની રેકી કરે છે તેવું સમજી જીવલેણ હુમલો કરાયો હતો. તેમજ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે ધવલભાઇ ચીનુભાઈ મેસુરીયા (ઉ.વ.૨૧)એ શાબીરભાઇ હારુનભાઇ માંડલીયા, જાકીરભાઇ હુસેનભાઇ માંડિયા, શાહિદભાઇ સુલેમાન કાવીયા, આબીદ હુસેનભાઇ માંડલીયા, ઇમરાના ઇક્બાલ માંડલીયા, હનીફભાઇ અદમભાઇ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ પાંચેક વર્ષથી ગૌરક્ષક તરીકે સેવા કરતા હતા અને હમણાં ઢોરની ગાડીઓ ભરાતી હતી. તેથી આરોપીઓને લાગેલ કે તેઓ ગાડીઓની રેકી કરે છે તેવું સમજી તેમને મુંઢમાર માર્યો હતો. તેમજ અશ્લિલ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.