ગાઝિયાબાદ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં વકીલો અને ન્યાયાધીશ વચ્ચે ઉલટતપાસના વિવાદે હિંસક વળાંક લીધો હતો. મળતી માહિતી મુજબ ન્યાયિક અધિકારીઓ અને વકીલો વચ્ચે ઘર્ષણ થયું હતું. કોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી. ન્યાયાધીશ અને વકીલ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ જજે પોલીસને બોલાવી હતી.
કોર્ટ રૂમમાં હંગામો મચાવતા વકીલો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. કોર્ટ રૂમમાં ખુરશીઓ પણ ખસેડવામાં આવી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને વકીલોને કોર્ટરૂમમાંથી ભગાડી દીધા હતા. આ પછી વિવાદ વધુ વધ્યો. વકીલો કોર્ટની બહાર હડતાળ પર બેસી ગયા હતા. વકીલોમાં હોબાળો હજુ પણ ચાલુ છે. વકીલો જજ અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુસ્સે ભરાયેલા વકીલોએ કોર્ટ પરિસરમાં આવેલી પોલીસ ચોકીને આગ લગાવી દીધી છે. હાલમાં સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
મળતી માહિતી મુજબ, જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી. જજ આ કેસમાં વધુ તારીખ આપી રહ્યા હતા. જ્યારે એક વરિષ્ઠ વકીલ ઇચ્છે છે કે સુનાવણી આજે જ થાય. વકીલે ન્યાયાધીશને કહ્યું કે જા તમે આજે સુનાવણી ન કરી શકો તો આ કેસને અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરો. પરંતુ ન્યાયાધીશ પોતાની વાત પર અડગ રહ્યા અને કહ્યું કે તેઓ આજે કેસની ટ્રાન્સફર કે સુનાવણી નહીં કરે. આગામી તારીખ આપશે.
જજના આ નિવેદન પર વરિષ્ઠ વકીલ ગુસ્સે થઈ ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પછી વરિષ્ઠ વકીલ ગુસ્સે થઈ ગયા અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. આ પછી જજ પણ ગુસ્સે થઈ ગયા અને તેમની તરફથી પણ અભદ્ર ભાષાનો ઉપયોગ થવા લાગ્યો. થોડી જ વારમાં મામલો વેગ પકડવા લાગ્યો અને આ પછી જજે ફોન કરીને પોલીસને બોલાવી.
મળતી માહિતી મુજબ લાઠીચાર્જમાં ૮-૧૦ વકીલો ઘાયલ થયા છે. ગુસ્સે ભરાયેલા વકીલોએ પ્રદર્શન કર્યું હતું અને પોલીસ ચોકીમાં તોડફોડ કરી આગ ચાંપી હતી. કોર્ટમાં શાંતિ જાળવવા માટે વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે.