ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયનો પર ફરી એકવાર એવો વિનાશ મચાવ્યો છે કે દરેક જગ્યાએ વિનાશનો માહોલ છે. અહીં ખોરાક લેવા માટે સહાય કેન્દ્રમાં જતા ઓછામાં ઓછા ૩૧ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયલી સમર્થિત સંગઠન દ્વારા સંચાલિત સહાય સ્થળથી લગભગ એક કિલોમીટર (૧,૦૦૦ યાર્ડ) દૂર ઇઝરાયલી દળોએ ભીડ પર ગોળીબાર કર્યો હતો. સેનાએ એક ટૂંકું નિવેદન જારી કરીને કહ્યું હતું કે “માનવતાવાદી સહાય વિતરણ સ્થળની અંદર ઇઝરાયલી સૈન્યના ગોળીબારથી થયેલા કોઈપણ નુકસાનની તેમને જાણ નથી.” ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશને શું કહ્યું? ‘ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન’ સહાય પુરવઠો વહેંચી રહ્યું હતું ત્યારે અંધાધૂંધી ફેલાઈ હતી. ઘણા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયલી સૈનિકોએ સહાય વિતરણ સ્થળોની નજીક ભીડ પર ગોળીબાર કર્યો હતો. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવાર પહેલા ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા અને ૫૦ થી વધુ ઘાયલ થયા હતા. ફાઉન્ડેશન કહે છે કે તેના સ્થળોની રક્ષા કરતા ખાનગી સુરક્ષા કર્મચારીઓએ ભીડ પર ગોળીબાર કર્યો ન હતો, જ્યારે ઇઝરાયલી સેનાએ ચેતવણી તરીકે ગોળીબાર કર્યાનું સ્વીકાર્યું છે. ફાઉન્ડેશને અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રવિવારે સવારે ૧૬ ટ્રક ભરેલી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું અને “કોઈ ઘટના બની નથી.” ગાઝા આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે ૩૧ લોકો માર્યા ગયા હતા અને ૧૭૦ અન્ય ઘાયલ થયા હતા. કલાકો પહેલા, રેડ ક્રોસ સંચાલિત હોસ્પિટલના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી સમર્થિત સંગઠન પાસેથી સહાય સામગ્રી લેવા જતા ઓછામાં ઓછા ૨૧ પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા અને ૧૭૫ અન્ય ઘાયલ થયા હતા.
સાક્ષીઓએ જણાવ્યું હતું કે સવારના કેટલાક કલાકો પહેલા હજારો લોકો વિતરણ સ્થળ તરફ આગળ વધવા લાગ્યા હતા, પરંતુ જેમ જેમ તેઓ સ્થળ તરફ આગળ વધતા ગયા, ઇઝરાયલી દળોએ તેમને વિખેરાઈ જવા અને પાછળથી પાછા આવવાનો આદેશ આપ્યો. સાક્ષીઓએ જણાવ્યું હતું કે જ્યારે ભીડ લગભગ એક કિલોમીટર (૧,૦૦૦ યાર્ડ) દૂર પહોંચી, ત્યારે ઇઝરાયલી દળોએ લગભગ ૩ વાગ્યે ગોળીબાર કર્યો. ભીડમાં હાજર અમ્ર અબુ તૈયબાએ કહ્યું, “નૌકાદળના યુદ્ધ જહાજા, ટેન્કો અને ડ્રોનથી ચારે બાજુથી ગોળીબાર થઈ રહ્યો હતો.”
૪૦ વર્ષીય પ્રત્યક્ષદર્શી ઇબ્રાહિમ અબુ સઉદે પણ કહ્યું હતું કે ઇઝરાયલી સેનાએ સહાય વિતરણ કેન્દ્ર તરફ આગળ વધી રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. અબુ સઉદે કહ્યું કે તેણે ગોળીબારને કારણે ઘણા લોકોને ઘાયલ જાયા હતા, જેમાં એક યુવાનનો પણ સમાવેશ થાય છે, જેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેણે કહ્યું, “અમે તેને મદદ કરી શક્્યા નહીં.” ૩૩ વર્ષીય મોહમ્મદ અબુ તેઈમાને કહ્યું કે તેણે ઇઝરાયલી સેનાને સહાય વિતરણ કેન્દ્ર તરફ જતા લોકો પર ગોળીબાર કરતા જાયો અને આ ગોળીબારમાં તેના પિતરાઈ ભાઈ અને બીજી એક મહિલાનું મોત થયું.