હમાસે કહ્યું કે જા ઇઝરાયલ યુદ્ધવિરામ કરાર લાગુ કરે તો જ તે એક અમેરિકન-ઇઝરાયલી બંધકને મુક્ત કરશે. તેણે કહ્યું કે જા સોદો અમલમાં આવશે તો જ તે ચાર બંધકોના મૃતદેહ સોંપશે અને એક અમેરિકન-ઇઝરાયલી બંધકને મુક્ત કરશે. દરમિયાન, ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં સ્થાનિક પત્રકારો સહિત નવ લોકો માર્યા ગયા. પેલેસ્ટીનિયન ડોક્ટરોએ આ માહિતી આપી.
હમાસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે યુદ્ધવિરામના બીજા તબક્કા માટે લાંબા સમયથી વિલંબિત વાટાઘાટો મુક્તિના દિવસે શરૂ થવી જાઈએ અને ૫૦ દિવસથી વધુ ન ચાલવી જાઈએ. ઇઝરાયલે માનવતાવાદી સહાયને અવરોધવાનું બંધ કરવું જાઈએ અને ઇજિપ્ત સાથે ગાઝાની સરહદ પરના વ્યૂહાત્મક કોરિડોરમાંથી પણ ખસી જવું જાઈએ. એક અધિકારીએ જણાવ્યું હતું કે હમાસ બંધકોના બદલામાં વધુ પેલેસ્ટીનિયન કેદીઓને મુક્ત કરવાની પણ માંગ કરશે. ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ હમાસના હુમલા દરમિયાન ૨૧ વર્ષીય એડન એલેક્ઝાન્ડરનું અપહરણ કરવામાં આવ્યું હતું. હમાસ દ્વારા હજુ પણ કુલ ૫૯ બંધકો રાખવામાં આવ્યા છે, જેમાંથી ૩૫ માર્યા ગયા હોવાની આશંકા છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરહદ નજીક ઉત્તરીય શહેર બેટ લાહિયા પર ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા છે. સ્થાનિક મોનિટર, પેલેસ્ટીનિયન સેન્ટર ફોર ધ સેફ્ટી ઓફ જર્નાલિસ્ટ્‌સે જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ પેલેસ્ટીનિયન પત્રકારોનો સમાવેશ થાય છે જેઓ સહાય વિતરણનું દસ્તાવેજીકરણ કરી રહ્યા હતા. સ્થાનિક આરોગ્ય અધિકારી ફરેસ અવદે એક વ્યક્તિની ઓળખ મહમૂદ ઇસ્લામ તરીકે કરી છે. હમાસના પ્રસ્તાવ પર ઇઝરાયલ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. શુક્રવારે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે હમાસ પર “માનસિક યુદ્ધ” ચલાવવાનો આરોપ મૂક્્યો હતો.
યુનાઇટેડ સ્ટેટ્‌સે બુધવારે કહ્યું હતું કે બંને પક્ષો કાયમી યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરી રહ્યા છે ત્યારે તેમણે યુદ્ધવિરામને થોડા વધુ અઠવાડિયા માટે લંબાવવાનો પ્રસ્તાવ મૂકયો છે. શુક્રવારે હમાસના વરિષ્ઠ નેતા ખલીલ અલ-હૈયા કૈરો પહોંચ્યા પછી ઇજિપ્તમાં વાટાઘાટો ચાલુ રહી. યુદ્ધવિરામ સુધી પહોંચવામાં ઇજિપ્ત અને કતાર હમાસ સાથે મુખ્ય મધ્યસ્થી તરીકે કામ કર્યું. જાન્યુઆરીમાં થયેલા યુદ્ધવિરામ કરાર હેઠળ, ઇઝરાયલ અને હમાસ વચ્ચે વાટાઘાટોનો બીજા તબક્કો શરૂ થવાનો હતો. આ મહિનાની શરૂઆતમાં પ્રથમ તબક્કો પૂર્ણ થયા પછી, ઇઝરાયલે કહ્યું કે તે અમેરિકાના નવા પ્રસ્તાવ પર સંમત થયું છે, જેના હેઠળ હમાસ કાયમી યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરવાની પ્રતિબદ્ધતાના બદલામાં બાકીના અડધા બંધકોને મુક્ત કરશે. હમાસે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો અને ઇઝરાયલ પર હસ્તાક્ષરિત કરારોથી પીછેહઠ કરવાનો અને યુદ્ધવિરામને તોડફોડ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકયો.