ગાઝા તરફથી ઈઝરાયેલની દક્ષિણમાં આવેલા વિસ્તાર તરફ રોકેટ છોડાતા, ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે બે મહિના લાંબી શાંતિનું અંત આવ્યું છે. ગાઝા દ્વારા છોડવામાં આવેલા રોકેટ બાદ વેસ્ટ બેંકમાં પણ તાણાવની સ્થિતિ ઉત્પન થઈ છે.
ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે એરિયલ ડિફેન્સ સિસ્ટમે મિસાઈલને પ્રવેશ્તા અટકાવી દીધી હતી. જાકે આના લીધે દક્ષિણમાં આવેલા એશ્કેલોન શહેરમાં ચેતાવણીના સાઈરન વાગવાનું શરૂ થઈ ગયું હતું. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
રોકેટ છોડવા બાબતે કોઈપણ પેલેસ્ટીની સમૂહ દ્વારા જવાબદારી લેવામાં આવી નથી. ઈઝરાયેલ સામાન્ય રીતે આવા હુમલા માટે હમાસને જવાબદાર માને છે. નોંધનીય છે કે શુક્રવારે ઈઝરાયેલ દ્વારા વેસ્ટ બેંકમાં સૈન્ય રેડ કરવામાં આવી હતી જેમાં ૩ પેલેસ્ટીની લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે ૮ લોકો ઘવાયા હતા. કદાચ ઈઝરાયેલની આ કાર્યવાહીને લીધે ગાઝા દ્વારા રોકેટ છોડવામાં આવ્યા હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ૧૭મી જૂનના રોજ પણ ઈઝરાયેલી બ્લુન ઉતરી ગાઝા પટ્ટી પાસે ક્રેશ થઈ પડ્યું હતું. ઈઝરાયેલી સેનાએ કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યાં છે, જાકે બ્લુન ગાઝા દ્વારા નખાયો નથી, તેની સ્પષ્ટતા કરી હતી