કેટલાક સ્થળોએ પૂર અને વરસાદ અને કેટલીક જગ્યાએ બોમ્બ વિસ્ફોટથી લોકોના મોત થઈ રહ્યા છે. ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકાએ ૩૪ લોકોના જીવ લીધા અને આફ્રિકન દેશ નાઈજીરિયામાં ભયંકર પૂરે ૩૦ લોકોના જીવ લીધા. આમ, બંને દેશોમાં આ અકસ્માતોમાં ઓછામાં ઓછા ૬૪ લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલે બુધવારે મધ્ય ગાઝામાં યુએનની એક શાળા અને બે ઘરો પર જારદાર હવાઈ હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલામાં ૧૯ મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૩૪ લોકો માર્યા ગયા હતા. હોÂસ્પટલના અધિકારીઓએ આ જાણકારી આપી. વિસ્થાપિત પેલેÂસ્ટનિયનોએ આ શાળામાં આશરો લીધો હતો.
ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે તેણે હમાસના આતંકવાદીઓને નિશાન બનાવ્યા જેઓ નુસરત શરણાર્થી શિબિરમાં શાળાની અંદરથી હુમલાની યોજના બનાવી રહ્યા હતા. ગાઝામાં યુદ્ધ હવે તેના ૧૧મા મહિનામાં પ્રવેશ્યું છે, જેમાં હજારો લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલ અને હમાસ આતંકવાદી જૂથ વચ્ચે યુદ્ધવિરામ માટેના આંતરરાષ્ટ્રીય પ્રયાસો વારંવાર વિક્ષેપિત થયા છે. હોÂસ્પટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલના હુમલામાં ૧૯ મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૩૪ લોકો માર્યા ગયા હતા.
ઉત્તર-પૂર્વ નાઈજીરીયામાં આવેલા ગંભીર પૂરમાં ૩૦ લોકોના મોત થયા છે અને લાખો લોકોને અસર થઈ છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. મંગળવારે બોર્નો રાજ્યમાં એક મોટા ડેમના ભંગને કારણે ગંભીર પૂર આવ્યું, જેના કારણે રહેવાસીઓને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી. આ જ ડેમ ૩૦ વર્ષ પહેલા પણ તૂટી ગયો હતો. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે અસામાન્ય રીતે ભારે વરસાદને કારણે ડેમ ક્ષમતાથી ભરાઈ ગયો હતો. બે વર્ષ પહેલા નાઈજીરીયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો જેમાં ૬૦૦ થી વધુ લોકોના મોત થયા હતા.
રાજ્ય પોલીસના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું કે બોર્નો રાજ્યની રાજધાની મૈદુગુરીનો લગભગ ૧૫ ટકા ભાગ ડૂબી ગયો છે. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા એઝેકીલ માન્ઝોએ બુધવારે જણાવ્યું હતું કે મૃત્યુઆંક ૩૦ હતો. બોર્નોના ગવર્નરના એક સહાયકે કહ્યું, “અત્યાર સુધી લગભગ ૧ મિલિયન લોકો પૂરથી પ્રભાવિત થયા છે.” તેમણે કહ્યું કે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે અને વિસ્થાપિત લોકોની સંખ્યા વધીને ૨ મિલિયન થઈ શકે છે.