લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઇન દ્વારા ગાંધી જયંતીની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ક્લબના સભ્યો અને વિદ્યાર્થીઓએ અમરેલીના ગાંધીબાગ ખાતે એકત્રિત થઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વિદ્યાસભાના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ગાંધીજીની પ્રતિમાને ગુલાબની પાંખડીઓ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ગાંધીજીના સત્ય, અહિંસા અને પ્રેમના આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીને પ્રિય ધૂનનો કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ રાજેશ વિઠ્ઠલાણી સહિત દિનેશભાઈ ભુવા, કૌશિક હપાણી, હર્ષદ વઘાસીયા, રજની ધોરાજીયા, જતીન સુખડીયા, ભીખુ કાબરીયા, દિવ્યેશ તળાવીયા, ભરત કાબરીયા, મેહુલ બાબરીયા, દલસુખ રામોલીયા તેમજ ક્લબના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.