મહાત્મા ગાંધીજીની ૧૫૫-મી જન્મ જયંતી નિમિત્તે કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ–ખાદી કાર્યાલય સાવરકુંડલાએ સવારની પ્રાર્થનાનો કાર્યક્રમ યોજેલ. તેમાં પ્રાર્થના, ભજન, ધૂન, ગાંધી ગીત, ગાંધી સાહિત્ય વાંચન તેમજ ગાંધીજી વિષે વક્તવ્ય યોજેલ. તેમાં સાવરકુંડલા શહેર તેમજ તાલુકામાંથી ખુબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેમજ કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિરના બાળકો અને શિક્ષકો હાજર રહ્યા તેમજ ગ્રામ સેવા કેન્દ્ર ખડસલીના બહેનો તેમજ સંગીત ટુકડીએ સરસ મજાના ગાંધીજીને પ્રિય એવા ભજન, ધૂન અને ગીતો રજૂ કર્યા હતાં.