અગાઉ સિવિલ સ્ટાફ ક્વાટરમાં સ્ટાફ બ્રધરે પણ કર્યો હતો આપઘાતગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એનેસ્થેસિયા વિભાગના રેસિડેન્ટ ડોક્ટરે કોઈ કારણસર પોતાના સ્ટાફ કવાર્ટરમાં ઈન્ટ્રા વીનસ ઈન્જેક્શન વડે આપઘાત કરી લેતા સોંપો પડ્યો છે.એનેસ્થેસિયા વિભાગના રેસિડેન્ટ ડોક્ટર વિનય જાની આ પગલું ભર્યું છે.પોતાના કવાટર્સમા દવાના ઇન્જેક્શન લગાવીને જીવન ટૂંકાવી દીધું છે.ગાંધીનગર સિવિલમાં એનેસ્થેસિયા વિભાગમાં ડોકટર તરીકે વિનય જાની કાર્યરત હતા. પોતાના સ્ટાફ કવાર્ટરમાં ઈન્ટ્રા વીનસ ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ જવાબદાર અધિકારીના જણાવ્યા અનુસાર રેસિડેન્ટ ડોકટર વિનય જાનીને સવારથી સ્ટાફના લોકો ફોન કરતા હતા પણ ફોન રિસીવ થતો ન હતો. જેથી તેમના સાથી મિત્રએ રૂમ પર જઈને તપાસ કરી હતી જેમાં દરવાજા અંદરથી બંધ હતો. આખરે અન્યની મદદથી દરવાજા તો જાતા ડો. વિનય મૃત હાલતમાં દેખાઈ આવ્યા હતા.મહત્વનું છે કે થોડા સમય અગાઉ કેફી પીણું પીને કોઈ વ્યક્તિએ સિવિલમાં જાખમી રીતે કાર હંકારીને મોટું નુકશાન કર્યું હતું. આ બનાવમાં ડો. વિનય જાનીનું નામ ખુલ્યું હતું. હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. પીએમ અર્થે મૃતદેહને ખસેડવામાં આવ્યો છે. અને પરિવારને પણ ઘટનાની જાણ કરાઇ છે.થોડા દિવસ અગાઉ સિવિલમાં સ્ટાફ બ્રધર તરીકે ફરજ બજાવતા ફેડરીક ચંદુ પરમારે પોતાના ક્વાર્ટર્સ કોઈ કારણસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને હજી ગણતરીના દિવસો જ  થયા છે ત્યારે આજે સિવિલના એનેસ્થેસેયિયા વિભાગના ડોક્ટરે પણ ઈન્જેક્શન વડે આપઘાત કરી લેતા ચકચાર મચી છે.