રાજ્યમાં આ વર્ષે (૨૦૨૧) વાઈબ્રન્ટ સમિટ ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે યોજોવાનો છે. આ સમિટને ધ્યાનમાં રાખી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવેલ છે. આ મુજબ ગાંધીનગર વાઈબ્રન્ટનાં મહેમાનોને પહેલા ક્વોરેન્ટિન થવુ પડશે.
સમગ્ર વિશ્વમાં ધીમે ધીમે કોરોનાનાં નવા વેરિઅન્ટની દહેશત વધી રહી છે, ત્યારે હવે દુનિયાભરની તમામ સરકારો પોતાના દેશમાં નિયમોને કડક કરી રહ્યા છે, ખાસ કરીને બહારથી આવનારા લોકોને ક્વોરેન્ટિન કરવાનુ હવે મોટી સંખ્યામાં શરૂ થઇ ગયુ છે. ત્યારે ભારતમાં પણ આ પ્રકારની તૈયારીઓ સરકાર કરી રહી છે. જણાવી દઇએ કે, થોડા દિવસો બાદ ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ સમિટનું આયોજન થવાનુ છે, જેમા વિદેશથી પણ ઘણા મહેમાનો આવવાનાં છે. વિદેશથી આવનારા આ મહેમાનો માટે કેન્દ્ર સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ઈન્ટરનેશનલ અરાવઈલ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે મુજબ ેંદ્ભ સહિત ૧૧ દેશમાંથી આવનારા મહેમાનોને પહેલા ક્વોરેન્ટિનમાં રહેવુ પડશે, જે દરમિયાન આ તમામને ‘ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેર્ન્ટનાં ત્રિસુત્ર સિદ્ધાંત અનુસરા રોગનાં દર્દીને વહેલામાં વહેલા શોધી સારવાર પર મુકવા અંગેનું જોહેરનામું બહાર પાડવામાં આવેલ છે. ક્વોરેન્ટિન કરવામાં આવેલા મહેમાનોને ૭ દિવસ બાદ ૮ માં દિવસે આરટી પીસીઆર ટેસ્ટ કરાશે, જેમા નેગેટિવ આવ્યા બાદ જ તેઓ આ સમિટનો ભાગ બની શકશે.
ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ સમિટને લઇને ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. ત્યારે દક્ષિણ આફ્રિકામાંથી સામે આવેલા કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઇને દુનિયાભરનાં દેશ ચિંતિત છે, ત્યારે ગાંધીનગરમાં યોજોનારા વાઈબ્રન્ટ સમિટ પર આ નવા વેરિઅન્ટની અસર ન થાય તે માટે કેન્દ્ર સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ખાસ તકેદારી રાખી રહ્યુ છે. આ તડામાર તૈયારીઓ વચ્ચે શહેરનાં રહેવાસીઓ સહિત રાજ્યનાં વિપક્ષી નેતા આ વાઈબ્રન્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે.