ગાંધીનગર સ્થિત પ્રદેશ કિસાન સંઘ કાર્યાલયની ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નવનિયુક્ત પ્રમુખ હિરેનભાઈ હિરપરાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલે તેમનું સ્વાગત કર્યું હતું અને ખેડૂતોના પ્રતીક સમાન ‘હળ’ની પ્રતિમા અર્પણ કરી વિશેષ સન્માન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ખેડૂત હિતના વિવિધ મુદ્દાઓ પર હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.








































