ગાંધીનગર મનપાની ચૂંટણી પૂર્ણ થયાને હજી તો ગણતરીના દિવસો જ વિત્યા છે ત્યાં આમ આદમી પાર્ટીનો આંતરિક અસંતોષ બહાર આવવા લાગ્યો છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વિજેતા થયેલા કોર્પોરેટર તુષાર પરીખને સ્થાનિક કાર્યક્રમોમાં નજર અંદાજ કરાતા હોય પરીખ દ્વારા રાજીનામાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વિજેતા થયેલા કોર્પોરેટર તુષાર પરીખ દ્વારા ટ્‌વીટર પર બળાપો કાઢવામા આવ્યો છે. અરવિંદ કેજરીવાલને ટેગ કરી કરવામા આવેલા ટ્‌વીટમાં ચીમકી ઉચ્ચારવામા આવી છે કે, જો સ્થાનિક કક્ષાએ પાર્ટી દ્વારા તેનું માન સન્માન જળવાશે નહીં તો તે પાર્ટી છોડી દેશે. ગાંધીનગરમાં સ્થાનિક નેતાઓ દ્વારા નાના મોટા નિર્ણયો કાર્યકરોને પૂછ્યા વિના જ મનસ્વી રીતે કરાતા હોવાની બુમરાણ ઉઠી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ત્રીજો વિકલ્પ તરીકે ઉભરવાનો પ્રયાસ કર્યો
આભાર – નિહારીકા રવિયા હતો. ગુજરાતમાં દિલ્લી મોડલની વાત કરી સુરતની માફક પરિણામ લાવવાનો પ્રયાસો કરાયો હતો. પરંતુ, ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીના ફક્ત એક જ ઉમેદવારની જીત થઈ હતી. તે ઉમેદવાર પણ હવે નારાજ થતા રાજીનામાની ચીમકી આપી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલને ટેગ કરી ટ્‌વીટ કરનાર ગાંધીનગર મનપાના આપના એક માત્ર કોર્પોરેટર તુષાર પરીખે દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કેં, ગાંધીનગર આપના શહેર સંગઠનમાં વિસંગતતા છે. જેના કારણે મારે પાર્ટી અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને ટ્‌વીટ કરી જોણ કરવાની ફરજ પડી છે.