ગાંધીનગરમાં સરકાર સામે કપરાં ચઢાણ જાવા મળી રહ્યા છે. પડતર મંગણીઓને લઈને માજી સાનિકો આંદોલનના માર્ગે ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે. સરકાર સમક્ષ રહેલી પોતાની પડતર માંગણીઓને લઈમે એકઠા થયા છે. જેમાં મળતી માહિતી પ્રમાણે પોલીસે અમુક માજી સૈનિકોની અટકાયત કરી છે. એટલું જ નહીં, પોલીસે માજી સૈનિકોની રેલીને પણ અટકાવી દીધી છે. બીજી બાજુ માજી સૈનિકોએ પોલીસને બસને ઘેરી લીધી છે અને તેને ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે.
ગુજરાત રાજયમાં વિધાનસભાની ચૂંટણીની આવી રહી છે. ત્યારે વિવિધ સંગઠનો પોતાની માંગણી સાથે સક્રિય થઈ રહ્યા છે. હવે માજી સૈનિકો પણ પોતાની માંગણીઓ સાથે મેદાનમાં આવ્યા છે. આજ રોજ સોમવારના દિવસે માજી સૈનિકો દ્વારા શાહીબાગના કેમ્પ હનુમાનથી ગાંધીનગર ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જા કે સરકાર દ્વારા આ રેલી ગાંધીનગર પહોચે તે પહેલા જ ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. અને જે રસ્તેથી માજી સૈનિકો ગાંધીનગરમાં પ્રવેશવાના છ..તે રસ્તાઓ પર બેરીકેટસ લગાવી દેવાયા હતો.સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયા
જા કે આ વખતે પૂર્વ આર્મી મેન લડાયક મૂડમાં જાવા મળ્યા હતા. અને બેરીકેડ તોડી ગાંધીનગર ખાતે પ્રવેશ કર્યો હતો. જા કે પોલીસ દ્વારા રેલીની શરૂઆતમાં જ કેટલાક લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. પરંતુ આ લોકો દ્વારા બેરીકેડ તોડીને ગાંધીનગર ખાતે પ્રવેશ કર્યો છે. અને પોતાની માંગણીઓ માટે અડગ રીતે લડત આપી રહ્યા છે. છેલ્લા ૪ વર્ષથી આર્મીમેન પોતાની વિવિધ ૧૪ માંગીઓ માટે લડી રહ્યા છે.
ગાંધીનગર પહોચેલા માજી સૈનિકો દ્વારા સરકાર ને અડધી કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું અન્યથા તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સચિવાલયમાં પ્રવેશ કરશે અને પોતાને મળેલા મેડલો સરકારને પરત કરશે. અને માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો સચિવાલયનો ઘેરાવ પીએન કરીશું.
માજી સૈનિકોની ૧૪ માંગો જાઇએ તો ૧ શહીદ પરિવારને એક કરોડની સહાય તથા પરિવારમાં એક સભ્યને સરકારી નોકરી.૨ ગાંધીનગરમાં રાજ્યકક્ષાનું શહીદ સ્મારક અને સૈનિકો માટે આરામગૃહની માંગ.૩ સૈનિકો માટે રાજ્ય સરકાર તરફથી નોકરી માટેની અનામત મળે.૪ ખેતી માટે જમીન અને રહેણાંક પ્લોટ.૫ દારૂ માટેની પરમીટ. ભારતીય સેના માટે આપેલ પરમીટ માન્ય ગણવી.૬ કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી, સીધી ભરતી કરવાં આવે.૭ હથિયારનું લાયસન્સ રીન્યુ કરવા અલગથી વ્યવસ્થા થાય.૮ માજી સૈનિકોના પરિવારની સમસ્યા માટે કચેરીઓમાં અલગથી વ્યસ્થા થાય.,૯ માજી સૈનિકોની નોકરીના કિસ્સામાં સેનામાં કરેલી નોકરીનો ગાળો સળંગ કરવામાં આવે,૧૦ માજી સૈનિકો માટે પાંચ વર્ષનો ફિક્સ પગાર વાળી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે,૧૧ એક સૈનિકને પોતાના વતનમાં નોકરી આપવામાં આવે,૧૨ ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં સૈનિકોના બાળકોને છૂટછાટ ૧૩ સૈનિકોના બાળકોનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે અને ૧૪ સૈનિકો માટે લેવાતો વ્યવસાય વેરો માફ કરવામાં આવેનો સમાવેશ થાય છે.