દરેક માતા પિતા માટે આજે એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં સોસાયટીમાં રમતા એક બાળકને કારે કચડી નાખતા તેનું કરૂણ મોત નિપજ્યું છે. જેના કારણે મામાના લગ્નનો ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો છે. આ દુર્ઘટનામાં ૪ વર્ષીય બાળકનું કરૂણ મૃત્યું થયું છે. હાલ સોશિયલ મીડિયામાં આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં એક કાર સોસાયટીમાં એન્ટ્રી કરી રહી હતી, ત્યારે જ બાળક ગેટ પર રમી રહ્યું હતું, ત્યારે બાળકને કાર ચાલકે ગાડી નીચે કચડી નાખ્યો હતો. ગાંધીનગરના સ્વસ્તિક ૪૨ સોસાયટીમાં મામાના લગ્નમાં બાળક મામાના ઘરે આવ્યું હતું. પરંતુ મામાના ઘરે શુભપ્રસંગ પહેલા જ ગોઝારી ઘટના બનતા પરિવારમાં માતમ છવાયો હતો.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના સરગાસણની સ્વસ્તિક ૪૨ સોસાયટીની આ ઘટના છે. જેમાં એક ૪ વર્ષનું બાળક ગેટ પાસે રમી રહ્યું હતું ત્યારે એક કાર સોસાયટીમાં પ્રવેશતાં બાળક કાર નીચે આવી ગયું હતું. આ અકસ્માતમાં ૪ વર્ષીય બાળકનું થયું કરૂણ મૃત્યુ થયું છે.
હાલ આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે, કાર સોસાયટીમાં એન્ટ્રી કરી રહી હતી ત્યારે જ બાળક ગેટ પર રમી રહ્યું હતું. કારના ડ્રાઈવરે બાળકને જોયા વિના કાર હંકારી હતી. બાળકને કાર ચાલકે કચડી નાખ્યો હતો. મામાના ઘરે બની ગોઝારી ઘટના બનતાં લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો.