ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા તથા પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગૌતમભાઈ ગેડીયાને બાબરા શહેર અને તાલુકાના ભાજપના આગેવાનો દ્વારા રૂબરૂ મળીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરના વિકાસલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે ઉર્જામંત્રી અને સ્થાનિક ધારાસભ્ય સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન બાબરા નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ કરકર, ઉપપ્રમુખ અંકુરભાઈ જસાણી, કારોબારી સમિતિના ચેરમેન અશ્વિનભાઈ મકવાણા, વાંડળીયા ગ્રામ પંચાયતના સરપંચ લલિતભાઈ વેકરીયા, બાબરા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અશોકભાઈ રાખોલીયા, બાબરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઈ બુટાણી તેમજ નગરપાલિકા સભ્ય ધર્મેશભાઈ વાડીયા સહિતના ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આગેવાનોએ રાજ્યના ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયા અને બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની પણ મુલાકાત લીધી હતી. આ બેઠક દરમિયાન બાબરા શહેર તથા તાલુકાના વિવિધ વણઉકેલ્યા અને વિકાસલક્ષી પ્રશ્નો અંગે રજૂઆત કરી વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી અને ધારાસભ્ય સાથે શહેરના સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન અને સહયોગ અંગે સકારાત્મક સંવાદ થયો હતો.