જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માગ સાથે શિક્ષકોએ આંદોલનનું શ† ઉગામ્યું છે. સરકાર દ્વારા નવી પેન્શન યોજના લાવવામાં આવતા રાજ્યના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના મુજબ જ લાભો આપવાની માંગ સાથે ગાંધીનગરમાં શિક્ષકોએ શક્તિપ્રદર્શન કર્યું છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે અગાઉ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃ સ્થાપન સંયુક્ત મોરચા દ્વારા ત્રણ દિવસ અગાઉ ધરણાં યોજૉયાં હતાં. આજે ફરી હજૉરોની સંખ્યામાં વિવિધ સંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ગત તારીખ ૧લી એપ્રિલ, ૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના રદ કરી દેવામાં આવી છે. તેને બદલે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. ઉપરાંત કરાર આધારિત, ફિક્સ પગારથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે.
ગુજરાતના સંયુક્ત કર્મચારી મોરચાના આગેવાનોની પાંચ જેટલી મુખ્ય માગણીઓ સાથે આંદોલનના મંડાણ શરૂ કર્યા છે..જેમાં જૂની પેન્શન યોજનાને સત્વરે લાગુ કરવી.તેમજ સાતમા પગાર પંચનો કર્મચારીઓને લાભ આપવો.ઉપરાંત ફિક્સ પગાર યોજના નાબૂદ કરવાની સાથે જ અન્ય કેડરની પણ સળંગ સર્વિસ ગણવાની માગણી છે..આ અન્ય કેડરોને પણ ઉચ્ચતર પગાર ધોરણ મળવું જૉઈએ..
રાજ્યમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓ દ્વારા સરકાર સામે વિવિધ પડતર માંગણીઓના સંદર્ભમાં ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના ૭૨ જેટલા કર્મચારી મંડળો એકત્ર થયા છે. એક સંયુકત્ત મોરચાની રચના કરાઈ છે. જેમાં આરોગ્ય, શિક્ષણ તથા પંચાયત સહિતના વિભાગોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારી મંડળોની મુખ્ય પાંચ માંગણીઓ છે, જેમાં જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચના લાભો ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી, અન્ય કેડરની સર્વિસ પણ સળંગ કરવી અને અન્ય કેડરને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવું, તેનો સમાવેશ થાય છે.