ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના સર્જાઈ છે.વાસણાના સોગઠી ગામની મેશ્વો નદીમાં ૧૦ યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે. અને પાંચ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. છે જયારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.આ ઘટના સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા છે.
દહેગામના વાસણા સોગઠી ગામની નદીમાં ૧૦ લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન ૧૦ જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પાંચ લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રથામિક માહિતી સામે આવી છે.
અગાઉ પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી પ્રજાપતિ પરિવારના ચાર સભ્યોના મોત બાદ જિલ્લા વહીવટી તંત્રએ સરસ્વતી નદીના કિનારે ૨૦ જેટલા પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. જિલ્લા ફાયર ઓફિસર સ્નેહલ મોદીએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર વિભાગ દ્વારા સરસ્વતી નદીમાં એક બોટ તૈનાત કરવામાં આવી છે અને આ બોટ અને પોલીસ દળ ગણેશ ઉત્સવ પૂર્ણ થાય ત્યાં સુધી સરસ્વતી નદીમાં કાર્યરત રહેશે.
પાંચ દિવસ સુધી ભગવાન ગણેશનું સ્થાપન કર્યા બાદ પાટણનો પ્રજાપતિ પરિવાર બુધવારે ગણેશ વિસર્જન માટે સરસ્વતી નદીમાં ગયો હતો. આવતા વર્ષે તુ સુખ આના આના ના નાદ સાથે પરિવારના તમામ સભ્યો ખુશ હતા. પરંતુ, કુદરતના મનમાં કંઈક બીજું હતું. બાળક ડૂબી ગયા બાદ તેને બચાવવા માટે એક પછી એક છ લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ શીતલબેન, જીમિત, દક્ષ અને નયનભાઈના મૃત્યુથી આ ખુશી ફીકી પડી ગઈ હતી. આ ચાર લોકોની તેમના વિઘટન પહેલાની છેલ્લી તસવીરો પણ સામે આવી છે જેમાં દરેક ખુશ દેખાઈ રહ્યા છે.