ચલાલા-ખાંભા રોડ પર મઢુલી ચેકપોસ્ટ પાસેથી ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના પાલોદરા ગામનો વનરાજ ચૌહાણ નામનો યુવક પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફોર વ્હીલ ચલાવતાં ઝડપાયો હતો. રાભડા, દામનગર, જાફરાબાદ, મજાદર ગામના પાટીયે, સાવરકુંડલા, લાઠી, સરકારી પીપળવા, ચિતલ, બાટવા દેવળી, મોરવાડા, મોટી કુકાવાવ, બગસરા, ચલાલા, બાબરા, લીલીયા, કડિયાળી, અમરેલી સહિતની જગ્યાએથી ૩૫ ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જિલ્લાભરમાંથી ૩૯ લોકો પાસેથી દેશી દારૂ પકડાયો હતો. સાવરકુંડલાના પીયાવા ગામેથી બે યુવક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની સાત બોટલ મળી આવી હતી. પોલીસે દારૂની બોટલ, મોબાઇલ ફોન સહિત ૪૧૪૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો.