સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓને માહિતી મળી હતી કે ચિલોડાના પાલેજ ગામ આઈટીઆઈ ગેટની સામે કારમાં દારૂનો જથ્થો લઈને કેટલાક શખ્સો જઈ રહ્યા છે.માહિતીને આધારે પોલીસે કાર અટકાવીને તપાસ કરતા અંદરથી રૂ.૨,૬૪,૦૮૬ ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
જાકે ચાર આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસે દારૂનો જથ્થો અને કાર મળીને રૂ.૯.૬૪,૦૮૬ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કારના ડ્રાઈવર, માલિક, દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારા સહિત ચાર શખ્શોની શોધ હાથ ધરી છે. આ અંગે ચિલોડા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે