ગાંધીનગરમાં ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવેના નેતૃત્વમાં આ કામગીરી કરવામાં આવી છે. તપાસમાં કલોલના હાજીપુર ગામમાંથી રેતી ખનનનું રેકેટ ઝડપાયું છે. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદે રેતી ખનન કરતા ૩ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ૩ વાહનો સહિત રૂ. ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.બિનઅધિકૃત રેતી ખનન કરનારાઓ સામે કાર્યવાહી યથાવત રાખવામાં આવશે. જિલ્લામાં ભૂમાફિયાઓ વિરુદ્ધ ભૂસ્તર ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

તે સિવાય ખનીજ પ્રવૃત્તિને અંકુશમાં લાવવા સઘન રોડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લાની અંતરિયાળ જગ્યાઓ સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ૩ નંગ હિટાચી મશીન ઝડપાયા હતા. ઉપરાંત સાદી માટી ખનીજના ખોદકામ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.