ગાંધીધામ શહેરની ગ્રીન પેલેસ હોટલની સામે પ્લોટ નંબર ૧૬૮ ના બીજા માળે આવેલ ફસ્ટ નામના સ્પામાં પોલીસે કાર્યવાહી કરી હતી અહીં સ્પાની આડમાં મહિલાઓ પાસેથી અનૈતિક ધંધા કરાવવાતું હોવાની પૂર્વ બાતમિના આધારે પોલીસે ડમિ ગ્રાહક મોકલાવ્યો હતો. બાદમાં અહીં છાપો મારવામાં આવ્યો હતો. આ કુટણંખાનામાં મેનેજર તરીકે કામ કરનાર રૂબિના ઉર્ફે ડોલી અબ્દુલ સતાર અન્સારીને ઝડપી લેવામાં આવી હતી આ સ્પાનો સંચાલક શશીત્રિશંકુ કુમાર સિંગ સચ્ચિદાનંદ સિંગ નામનો શક્સ અહીં હાજર મળ્યો ન હતો.સંચાલક અને મેનેજર બહારથી મહિલાઓ અહીં લઈ આવી સ્પાની આડમાં દુકાનમાં મસાજ કરાવવાના બહાને ગ્રાહકો બોલાવી કુટણખાનું ચલાવાતું હતું. અહીંથી પોલીસે રોકડ રકમ સીસીટીવી નું ડીવીઆર વગેરે મુદ્દા માલ જપ્ત કર્યો હતો. અહીંથી બે રૂપજીવીનીને મુક્ત કરાવાઈ હતી હાથમાં ન આવેલા શશિ ને શોધવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અગાઉ શહેરમાં ઝડપાયેલા સ્પાની આડમાં કુટણખાનાના પ્રકરણમાં સીસીટીવી ડિ.વી. આર.જપ્ત કરાયું હતું જેમાં આ જગ્યાએ પોલીસ કર્મીઓ આટા ફેરા કરતા જણાયા હોવાનું આંતરિક સૂત્રોએ માંથી જાણવા મળ્યું હતું.









































