બાબરા તાલુકાનાં શીરવાણીયા ગામની લીંબડીયા જવાના રસ્તે આવેલ સીમની વાડી કે ખેતર જેના જુના સ.નં.૪૦/ર તથા નવા સ.નં. ૧૪૦ તથા ૧૪૧ વાળી માલીકીની જમીનમાં આ કામનાં આરોપીઓ વિઠ્ઠલભાઈ કાનજીભાઈ તલાવડીયા તથા રામજીભાઈ કાનજીભાઈ તલાવડીયા તથા પરશોતમભાઈ કાનજીભાઈ તલાવડીયાએ સાથે મળીને તેમની વાડીમાં ગેરકાયદેસર રીતે અફીણના/ ગાંજાનાં છોડનું વાવેતર કરેલ હોય અને તેમાંથી થયેલ અફીણનાં ડોડવા તેમની માલીકીની જમીનમાં સુકવેલા હોય આ કામે પોલીસે રેઈડ દરમિયાન ૩૮, પ૪૦ અફીણનાં છોડવાઓ કે જેનું વજન ૧૪૬૦ કિલોગ્રામ થયેલ હતું તેમજ અફીણનું વજન ૩રપ ગ્રામ જેટલું થયેલ હતું, તેમજ આ આરોપીઓના ઘરેથી પણ રપ૬ ગ્રામ અફીણ તથા ૬૬ ગ્રામ ગાંજા મળી જેની કુલ કિંમત રૂ. ૩ર,૭૪,૪૦૬/- (અંકે રૂપિયા બત્રીસ લાખ ચુમોતેર હજાર ચારસો છ પુરા) નો મુદ્દામાલ મળી આવતા પોલીસનાં હેડ કોન્સ. મધુભાઈ નથુભાઈ પોપટે તા.૦૬/૦૩/ર૦ર૧નાં રોજ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલી. ત્યારબાદ આ કેસ સ્પે. એનડીપીએસ કોર્ટમાં ચાલી જતાં આરોપીઓના વકીલ ઉદયનભાઈ ત્રિવેદીએ ધારદાર દલીલો રજૂ કરતા કોર્ટે આરોપીઓને છોડી મુકવાનો હુકમ કરેલ છે.