ગળકોટડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામ ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની મુલાકાત લેવામાં આવી હતી. સાથે બેન્કના વિવિધ ક્ષેત્રો વિષે પાયાની માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓમાં વ્યવહારની સૂઝ કેળવાય એવા હેતુ સાથે શાળા દ્વારા બેન્કની મુલાકાતનું આયોજન ગોઠવાયું હતું. ગામ ખાતે આવેલ બેન્કની કાર્યપધ્ધતિ, તેની રચના, સંચાલન વિષેની પાયાની માહિતી બાળકોને મળી હતી. આ તકે બ્રાન્ચ મેનેજરે તમામ પ્રકારના ખાતાઓની વિગતો તથા તેના ફોર્મ્સ અને આધાર પુરાવાની વિગતો આપી હતી. આ સાથે સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલી બેંકિંગ ક્ષેત્રની વિવિધ યોજનાઓ વિષે પાયાની માહિતીઓ આપવામાં આવી હતી. મુલાકાતનાં છેલ્લા સેશનમાં વિદ્યાર્થીઓ દ્વારા બેંકિંગ ક્ષેત્રને લગતી પ્રશ્નોત્તરી રાખવામા આવી હતી. બ્રાન્ચ મેનેજર તથા શાળા આચાર્ય દીપકભાઈ દવે તથા શિક્ષકો દ્વારા પ્રશ્નોનાં જવાબ આપવામાં આવ્યા હતા.