અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી ૯ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ગળકોટડી ગામે ચાવંડ ગામ તરફ જવાના હાઇવે પર એગવર્લ્ડ નોનવેઝ નામની ઈંડાની દુકાનમાંથી ૫ બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે ૪૧૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજુલા બસ સ્ટેશન પાસેથી એક યુવક પાસેથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની ૪ બોટલ મળી કુલ રૂ. ૧૧૨૦નો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે બંને પાસેથી મળી ૫૨૭૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. જિલ્લામાં ૧૨ ઈસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. ખડાધાર ચેકપોસ્ટ પરથી ત્રણ, પટવા, ત્રંબોડા, અડતાળા અને હરસુરપુર દેવળીયા ગામેથી એક-એક મળી કુલ સાત ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.