અર્જુન કપૂર અને મલાઈકા અરોરા અત્યારે માલદીવ્સમાં વેકેશન એન્જાય કરી રહ્યા છે. આ કપલે પોતાના વેકેશનના ફોટોસ અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા છે. અર્જુન અને મલાઈકાએ પોતપોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્‌સ પર પોતાની તસવીરો તો શેર કરી જ છે, પણ હવે અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેનો વીડિયો પણ શેર કર્યો છે. અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની સ્ટોરીમાં ત્રણ વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકા અરોરા સ્વિમવેર પહેરીને સાઈકલ ચલાવી રહી છે. આ ફોટોની સાથે જ અર્જુન કપૂરે લખ્યું છે કે, સાઈકલ ચલાવવામાં તે એક્સપર્ટ નથી. અન્ય એક વીડિયોની સાથે અર્જુને લખ્યું છે કે, તેને ખબર નથી કે હું વીડિયો શૂટ કરી રહ્યો છું. અર્જુન કપૂરે અન્ય એક વીડિયો શેર કર્યો છે, જેમાં મલાઈકા અરોરા સાઈકલને એકાએક બ્રેક મારે છે અને ચીસો પાડવા લાગે છે. ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા માલદીવ વેકેશન પર ગયા તે પહેલા તેમના બ્રેકઅપની ખબરો સામે આવી હતી. એવી અટકળો ચાલી રહી હતી કે કપલ વચ્ચે મતભેદ થયા છે જેના કારણે એકબીજો સાથે વાત નથી કરી રહ્યા. જો કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના આ વેકેશનની તસવીરોને કારણે તમામ ખબરો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લગભગ ત્રણ વર્ષથી એકબીજોને ડેટ કરી રહ્યા છે. તે ઘણી વાર ડેટ પર, ડિનર પર અથવા વેકેશન પર સાથે જોવા મળતા હોય છે. બોલિવૂડની પાર્ટીઓમાં પણ તેઓ સાથે જોવા મળે છે. આ બન્ને લાંબા સમય સુધી પોતાના રિલેશનશિપ પર ચુપ્પી સાધી હતી, પરંતુ હવે તેઓ પોતાના સંબંધો બાબતે ખુલીને વાત કરે છે. અત્યારે બોલિવૂડમાં લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે અર્જુન અને મલાઈકા પણ ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવવાની જોહેરાત કરે તો નવાઈ નહીં.