મુંબઈના દેવનાર વિસ્તારમાં એક ૨૪ વર્ષીય વ્યક્તિએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી કારણ કે તેની એક મહિલા મિત્રએ તેનો ફોન ન ઉપાડ્યો.
મૃતકની ઓળખ માનવ લાલવાણી તરીકે થઈ છે. સ્થાનિક પોલીસે ઘટના અંગે માહિતી આપી છે. ટ્રોમ્બે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી સિદ્ધેશ્વર ગોવે મીડિયાને જણાવ્યું કે પીડિત અને તેની મહિલા મિત્ર મિત્રો સાથે મોડી રાત્રે પાર્ટીમાં સામેલ થયા હતા.
પોલીસ અધિકારીએ કહ્યું, “પાર્ટી પૂરી થયા પછી ઘરે પહોંચતા, તેણે ગર્લફ્રેન્ડનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જો કે, તેણે ફોન ઉપાડ્યો નહીં. તેણીનો વારંવાર સંપર્ક કરવામાં નિષ્ફળતા મળી તો તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.” સવારે તેના માતા-પિતાએ તેને છત પર લટકતો જોયો અને પોલીસને જોણ કરી. પીડિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.વધુ તપાસ માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. કેસ નોંધવામાં આવ્યો છે અને યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું છે.