પંચમહાલમાં ગરીબોના હકનું અનાજ બારોબાર વેચી દઈને બ્રષ્ટાચાર કરનારા રેશનીંગની દુકાનના ૨૦ કાળાબજારીયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે જિલ્લાની ૧૪ સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી રદ કરવામાં આવ્યા છે. તેમજ ૬ સસ્તા અનાજની દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યો છે. આ સિવાય રદ અને મોકૂફ કરાયેલા તમામ દુકાનદારોને ૩૨,૬૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લામાં ગરીબ લાભાર્થીઓના હક્કનું અનાજ બારોબારો વેચી કાળા બજારી કરનાર અને અનાજ વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ આચરનાર સસ્તા અનાજના દુકાનદારો સામે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ફરી એકવાર લાલ આંખ કરવામાં આવી છે. થોડા સમય પહેલાં જિલ્લા પુરવઠા અધિકારી એચ. ટી. મકવાણા તેમજ પુરવઠા વિભાગની ટીમ દ્વારા શહેરા અને મોરવાહડફ સહિત જિલ્લાના અલગ-અલગ તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સસ્તા અનાજની દુકાનોમાં ઘઉં, ચોખા અને ખાંડ સહિતની વધઘટ તેમજ અન્ય કેટલીક ગેરરીતિઓ સામે આવી હતી.તેમાં ૧ મહેન્દ્ર બેલદાર કાલોલ,તા.કાલોલ,૨ ડી.એમ.જશવાણી વેજલપુર, તા.કાલોલ, ૩ અલ્પેશ જાષી કાલોલ, તા.કાલોલ, ૪ સતીષકુમાર છગનભાઈ પરમાર નાંદરખા,તા.કાલોલ,૫ જે.આર.રાઠોડ અંબાલા,તા.કાલોલ,૬ આર.એલ.નાયકા ખરેડીયા,તા.શહેરા, ૭ જીજ્ઞેશ કાન્તિભાઈ આહીર ભેંસાલ,તા.શહેરા,૮ એન.એસ.સોલંકી વાંટાવછોડા,તા.શહેરા,૯ નટવરભાઈ ભારતભાઈ પટેલીયા ખરોલી,તા.શહેરા,૧૦ અતુલકુમાર રમણભાઈ બારીઆ ખેડાપા ન.વ. વાડોદર,તા.મોરવા(હ),૧૧ અખમભાઈ સામતભાઈ પટેલ નાટાપુર,તા.મોરવા(હ),૧૨ મુકેશભાઈ અર્જુનભાઈ પટેલ મોરડુંગરા,ગોધરા ગ્રામ્ય,૧૩ અઝીઝ સાદીક વાવકુંડલીવાલા તા.પાદેડી,તા.ઘોઘંબા,૧૪ વિક્રમભાઈ બારીઆ ડુમા,તા.જાંબુઘોડા
આ તપાસ બાદ ગેરરીતિ કરનાર સામે પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની ૧૪ જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનોના પરવાના કાયમી રદ કરી દેવામાં આવી છે. આ સિવાય ૬ જેટલી સસ્તા અનાજની દુકાનના પરવાના ૯૦ દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યા છે. આ સિવાય દુકાન સંચાલકોને કુલ ૩૨,૬૧,૫૮૧ રૂપિયાનો દંડ કરતી નોટિસ પણ ફટકારવામાં આવી છે.
તે સિવાય ૬ સંચાલકોના પરવાના ૯૦ દિવસ માટે કરાયા મોકૂફ કરાયા હતા. જેમના નામ નીચે મુજબ છે.પટેલ રમણભાઈ અંબાલાલ હરકુંડી,તા.ગોધરા,શાહ કામિનીબેન નાની કાંટડી,તા.ગોધરા,ધી સાર્વજનિક સહકારી ભંડાર ગોધરા,તા.ગોધરા,નવભારત ગ્રાહક સહકાર ભંડાર ગોધરા,તા.ગોધરા,ધી વેસ્ટર્ન રેલ્વે કો.ઓ.સોસાયટી હરકુંડી,ગોધરા (શહેર),પટેલ દિલીપ શાંતિલાલ બોરડી,તા.શહેરા
પંચમહાલમાં થયેલી ઓચિંતી થયેલી કાર્યવાહીના પગલે સસ્તા અનાજની દુકાનદારો સામે કાળા બજારી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. નોંધનીય છે કે, પુરવઠા વિભાગ દ્વારા હજુ અનેક જગ્યાએ આવા દરોડા પાડવામાં આવી શકે છે.