યુપીના બારાબંકીમાં પાણી ગરમ કરવાને લઈને પતિ-પત્નીમાં વિવાદ થઈ ગયો હતો. બાદમાં પતિએ ટ્રિપલ તલાક આપી દીધા. કહેવાય છે કે, બંનેના નિકાહને ૧૬ વર્ષ થયા અને તેમને પાંચ બાળકો પણ છે. ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બન્યો હોવા છતાં આ પ્રકારના કિસ્સાઓ અટકવાનું નામ નથી લેતા. પીડિતાના ફરિયાદ પર પોલીસમાં કેસ નોંધાવામાં આવ્યો છે.
આ કિસ્સો જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનના સહરુદ્દીનપુર ગામનો છે. મામૂલી વાત પર ૧૬ વર્ષ બાદ એક શખ્સે પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. પીડિતાના ભાઈ સાથે પત્ની સ્ટેશને પહોંચી અને તલાકનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે મહિલાની વાત સાંભળ્યા બાદ આગળની તપાસ ચલાવી છે.
પત્નીનો આરોપ છે કે લગ્ન બાદ તેના સાસરિયાઓ તેને હેરાન કરતા હતા. તેને પાંચ બાળકો છે અને સૌથી નાનું બાળક માત્ર બે વર્ષનું છે. પીડિતાએ જણાવ્યું કે, ગુરુવારે જ્યારે પતિએ દવા ખાવા માટે ગરમ પાણી આપ્યું
તો તે ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે અમે જોતે જ કરી લઈશું. તો મે પણ કહ્યું કે એમ જ કરો. ત્યારબાદ તે ગુસ્સે થઈ ગયો અને ત્રણ વખત તલાક કહીને મને ઘરની બહાર કાઢી મૂકી. તેમજ તમામ બાળકોને માર પણ માર્યો હતો.
આ મામલે એસઓ દર્શન યાદવે કહ્યું કે, એક મહિલાએ તેના પતિ પર ટ્રિપલ તલાક આપવાનો આરોપ લગાવીને ફરિયાદ કરી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે, ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પીડિતાનું કહેવું છે કે તેના નાના બાળકો છે જેમની સંભાળ રાખનાર કોઈ નથી.