હીટ વેવનો નવો રાઉન્ડ ઉત્તરપશ્ચિમ ભારત અને મધ્ય ભારતના ભાગોમાં હીટ વેવનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ આ માહિતી આપી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા ૨-૩ દિવસમાં ગરમીમાં ઘટાડો થયો છે, દિવસના તાપમાનમાં ઘટાડો થયો છે પરંતુ આગામી એક – બે દિવસમાં આ સ્થિતિ બદલાવાની છે.
આઇએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદર્ભના વિસ્તારોમાં અલગ-અલગ હીટ વેવની સ્થિતિ શરૂ થવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં આજે અને આવતીકાલથી ગરમીનો નવો તબક્કો શરૂ થશે અને ૭ મે સુધીમાં તે ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય પ્રદેશના ભાગોમાં ફેલાઈ જશે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદર્ભ ક્ષેત્રના અલગ-અલગ સ્થળો માટે ટૂંક સમયમાં હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ ભાગોમાં કાળઝાળ ગરમીની સમીક્ષા કરવા અને ચોમાસાને લગતી તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી એ યાદ રહે રહે કે દેશના ઘણા ભાગોમાં તાપમાનનો પારો ઝડપથી વધી રહ્યો છે અને ઘણા શહેરોમાં તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.જો કે બુધવારે દિલ્હી સહિત દેશના કેટલાક ભાગોમાં કરા અને વરસાદને કારણે લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી છે.