(એ.આર.એલ),મુંબઇ,તા.૨૨
દેશમાં મોંઘવારી એક મોટી સમસ્યા તરીકે ઉભરી રહી છે. જે રીતે બટાટા, ડુંગળી અને ટામેટાંના ભાવ વધી રહ્યા છે. આગામી દિવસોમાં ફુગાવાના આંકડામાં વધારો જાવા મળી શકે છે. જા કે ગરમીના કારણે આ મોંઘવારી વધુ જાવા મળી રહી છે. જેમાં નાશવંત ખાદ્ય પદાર્થો મુખ્ય છે. ખાસ વાત એ છે કે છેલ્લા ૮ મહિનાથી દેશમાં ખાદ્ય મોંઘવારી દર ૮ ટકા જાવા મળી રહ્યો છે. જેના કારણે એકંદર ફુગાવામાં ઘટાડાની ગતિ ઘણી ધીમી પડી છે. જેના સંકેતો આરબીઆઈના ગવર્નર શક્તકાંત દાસે આપ્યા હતા.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડયા એટલે કે આરબીઆઈના ગવર્નર શક્તકાંત દાસે આ મહિનાની શરૂઆતમાં પોલિસી રેટ અંગે નિર્ણય લેતી વખતે કહ્યું હતું કે, એકંદર રિટેલ ફુગાવામાં ધીમા ઘટાડા માટે ખાદ્યપદાર્થોની વધતી કિંમતો જવાબદાર છે.જૂનની શરૂઆતમાં મળેલી આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં સતત આઠમી વખત, પ્રમાણભૂત વ્યાજ દર રેપોને ૬.૫૦ ટકા પર જાળવી રાખવાની તરફેણમાં બહુમતી નિર્ણય લેવામાં આવ્યો હતો. સમિતિના ચાર સભ્યો યથાવત સ્થતિની તરફેણમાં હતા જ્યારે બે સભ્યો કાપ મૂકવા માંગતા હતા.
એમપીસી મીટિંગની મિનિટ્‌સ અનુસાર, દાસે બેઠકમાં કહ્યું હતું કે કોર રિટેલ ફુગાવો નીચે આવી રહ્યો છે, પરંતુ તેની ગતિ ધીમી છે અને ફુગાવામાં ઘટાડાનો અંતિમ તબક્કો ધીમે ધીમે લાંબો થઈ રહ્યો છે. ગવર્નરે બેઠકમાં કહ્યું હતું કે, ફુગાવાની ધીમી ગતિ પાછળનું મુખ્ય પરિબળ ખાદ્ય ફુગાવો છે. તેમણે એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે આખરે માત્ર સામાન્ય ચોમાસું જ મુખ્ય ખાદ્ય ચીજામાં ભાવનું દબાણ ઘટાડી શકે છે.મોટી અનુકુળ આધાર અસરોને કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિટેલ ફુગાવો વધુ એક વખત આરબીઆઈના લક્ષ્ય દરથી નીચે જઈ શકે છે. જા કે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં તેમાં ફરી વધારો જાવા મળી શકે છે.
એમપીસી સભ્ય શશાંક ભીડે,આરબીઆઇ એક્ઝક્યુટિવ ડિરેક્ટર રાજીવ રંજન, ડેપ્યુટી ગવર્નર માઈકલ દેબબ્રત પાત્રા અને દાસે પોતે રેપો રેટને ૬.૫૦ ટકા પર યથાવત રાખવા માટે મત આપ્યો હતો. જ્યારે સમિતિના બાહ્ય સભ્યો – આશિમા ગોયલ અને જયંત આર વર્માએ રેપો રેટમાં ૦.૨૫ ટકાના ઘટાડાની હિમાયત કરી હતી.