બાબરાના ગમા પીપળીયા ગામે રામાપીરના મંદિરે ગમાપીપળીયા મહિલા મંડળ, બાબા રામદેવ મંડળ અને ગ્રામજનો દ્વારા રામદેવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાકાર શ્રી સંજ્યગીરી બાપુએ સરળ ભાષામાં રામદેવજી મહારાજના પરચા અને ધર્મ વિશે રસપાન કરાવ્યું હતું. કથા દરમિયાન પક્ષીપ્રેમી ભાનુભાઈ મોહનભાઈ પાનશેરીયા અને તેમના પરિવારે ચકલાઓ તથા નાના પક્ષીઓ માટે ૨૧૬ પાણીના પરબનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.
ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયાએ ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના પરબ ભરવા અને વૃક્ષો વાવવા અપીલ કરી હતી.