બાબરાના ગમાપીપળીયા ગામે એક વેપારીને ગાળો બોલી, પરિવારના તમામ સભ્યોને છરી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી. મોહિતભાઈ જગદીશભાઈ ભેડા (ઉ.વ.૨૪)એ રણજિતભાઈ વાઢીયા, રામભાઈ વાઢીયા તથા લાખાભાઈ ભીખાભાઈ વાઢીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમની ફોરવ્હીલ સ્વીફટ ગાડી નં.જીજે-૧૩-સીસી-૨૯૦૧ લઈને સાહેદ કમુબેન તથા શુભમ સાથે હાથીગઢ હવનમાં જતા હતા. ગમાપીપળીયા ગામ બહાર હનુમાનજીની મઢી પાસે
આરોપીએ આવીને તેમની સાથે બોલાચાલી કરી ગાળો આપી, ઘરે આવી બધાને છરી મારી દેવાની ધમકી આપી હતી. ઉપરાંત ગામની સહકારી મંડળીએ આવવાનું કહ્યું હતું. રામભાઈના
બાપુજી વિહાભાઈ પવનચક્કીનું કામ રાખતા હોય અને તે
પવનચક્કીના ઇલેક્ટ્રીક થાંભલા તેમના ખેતરના શેઢા ઉપર રાખ્યા હતા. જેથી થાંભલા કાઢવાનું કહેતા તેનું મનદુઃખ રાખી ઝઘડો કર્યો હતો. તેઓ ગામની સહકારી મંડળીએ જતા હતા ત્યારે ગાળો આપતા તેમણે ગાળો બોલવાની ના પાડતા ગાલ ઉપર લાફો મારી મૂંઢ ઇજા કરી હતી. ઉપરાંત નેફામાંથી છરી કાઢીને મારતા ટાંકાની ઈજા થઈ હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ.ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.