સકસચનાના કપાળમાં એકસાથે કેટલીયે રેખાઓ ઉપસી આવી: ‘‘માલિક શું કહ્યુ? મારી ગાડીમાં ત્રીજુ કોઈ? ’’ સ્હેજ પણે ઉગ્ર થઈ જતો સકસેના બોલ્યો: ‘‘ તમે શું બોલો છો?’’ ‘‘હુ જે બોલુ છું એ પરફેકટ બોલુ છું. તમારી ગાડીમાં તમારી બે સીવાય ત્રીજુ જણ પણ કોઈ હતું. તમને ખબર છે પણ મને તમે ઉલ્લુ બનાવો છો પાછા? સાચુ બોલો કોણ હતું?’’ સકસેનાના પગ તળેથી જમીન સરકી ગઈ. તેને માન્યામાં જ નહોતું આવતુ કે ગાડીમાં ત્રીજુ પણ કોઈ હતું. પણ માલિક કહે છે તો વાતમાં કૈંક વજુદ હોવુ જાઈએ. છતા પણ પોતાને તો સો ટકા પાક્કી ખાતરી જ હતી કે પોતાની કારનું લોક પોતે જ ખોલ્યુ હતું અને પોતે જ બંધ કર્યુ હતું. તો પછી ત્રીજુ હોય કોણ? હા, પોતે અને ગબ્બન બે જણાની તો માલિકને ય ખબર હતી. એમાં આ ત્રીજુ કોણ ફૂટી નીકળ્યુ? ફોન ચાલુ હતો અને આટલુ વિચારવામાં બન્ને વચ્ચે શૂન્યાવકાશ છવાઈ ગયો એટલે સામે છેડેથી આકરા અને આકળા થતા માલિકે તેને કહ્યું: ‘‘કોણ હતું એ? કેમ તમે મૂંગા થઈ ગયા?’’ ‘‘તમારે કોઈ ગેરસમજ થતી લાગે છે. માલિક ગાડીમાં અમારી બે સિવાય કોઈ નહોતું. એની ખાત્રી આપુ છું.’’
‘‘તમારી ગાડીની આગળ પાછળ ત્રણ જણાની ફૂટપ્રિન્ટ જાવા મળી છે. અમારા ફાર્મનો સગડપારખુ વીહલો ખોટુ બોલે નહી અને એની ઝીણી નજરમાંથી કોઈ છટકીય શકે નહી. સમજયા? વળી એમાંથી ત્રીજુ જણ ઉતરી છેક મારા બંગલાની પાછળ સુધી ગયું છે. ત્યાં સુધી એના સગડ બોલે છે. વળી પાછુ પાછું ફરીને એ ગાડી સુધી આવ્યું છે અને પાછા તમે મને મૂર્ખ બનાવો છો?’’
‘માલિક, ગાડીમાં અમારી બે સિવાય કોઈ નહોતું. એના સોગંદ ખાઉ છું. બાકી, હનુમાજી તો નથી કે હું છાતી ચીરીને બતાવી શકુ.” “તપાસ કરો એ હતું કોણ?” માલિકે દ્રઢતાપૂર્વક કહ્યુંઃ “તમારી જાણ બહાર તમારી ગાડીની હારોહાર
આભાર – નિહારીકા રવિયા કોણ આવ્યુ અને પાછુ ચાલ્યુ ગયુ? મને આજે સાંજ સુધીમાં રીપોર્ટ કરો.” કહીને માલિકે ફોન મૂકી દીધો. અને સકસેનાના કપાળે પરસેવાના બૂંદ જામી ગયા. એણે તરત જ ગબ્બનને બોલાવ્યો ગબ્બન હાંફળોફાંફળો થતો આવ્યો. સકસેનાનો ચહેરો રૂની પૂણી જેવો થઈ ગયો હતો. ગબ્બન આવ્યો એ ભેળા જ સકસેનાએ કહ્યુંઃ ‘ગબ્બન, એક મોટો પ્રોબ્લેમ થયો છે. માલિકનો ફોન આવ્યો હતો કે ગાડીમાં આપણી બે સિવાય ત્રીજુ કોઈ હતું અને એના બુટની ફૂટપ્રિન્ટ પણ માલિકને મળી છે.’’
જવાબમાં ગબ્બન મોટેથી હસી પડયોઃ ‘‘માલિક ગાંડા થઈ ગયા છે કે તમે?’’
‘‘ગબ્બન, મેટર સિરિયસ છે અને તું હસે છે? ’’ સકસેના રાતાપીળા થઈ જતા બોલ્યા ઃ ‘ગાંડુ, કોઈ નથી થઈ ગયુ પણ માલિકને જે ગંધ આવી એ પરફેકટ હોય.” ગબ્બન હવે કૈંક અંશે ગંભીર બની ગયોઃ “રીયલી?” ‘‘હા, ગબ્બન… તુ હવે તપાસ કર કે એ હતું કોણ?’’ ‘‘કોઈ પાછલી સીટે સંતાઈ ગયુ હશે? ’’ ગબ્બનના મનમાં એક વિચાર આવ્યો, “એક મિનિટ ચાલો તો…’’ એેણે સકસેનાને કહ્યું: ‘‘આપણે ગાડીની જાંચ તપાસ કરીએ. કોઈ કલૂ મળી જાય.’’
બન્ને ગેરેજમાં ગયા. ગાડીનું લોક ખોલ્યુ. આગળ પાછળ જાયુ પણ કંઈ હાથ લાગ્યુ નહી.
‘‘અહીંયા તો એવુ કશું હાથ લાગતુ નથી. માલિક અવળા કાન પકડાવે છે.” ગબ્બને કહ્યુઃ ‘‘અને બીજુ કે પાછલી સીટમાં કોઈ બેસી ગયુ હોય તો આપણને ખબર ન પડે? વોટ અ જાક?’’ બન્ને પાછા ફર્યા. ગબ્બન ઓફિસે પોહોંચ્યો ત્યારે ચંદુ આંટા મારતો હતો. ‘‘કા ચંદુ? ’’ ગબ્બને તેને બોલાવ્યો એટલે ચંદુ દોડતો દોડતો ગબ્બન પાસે ઉભો રહ્યો. ચંદુએ ખુરશી ઝાપટી, અને ગબ્બન તેમા બેઠો.. ચંદુ તેની સામે ઉભો રહ્યો અદબ વાળીને!
ગબ્બનનાં મગજમાંથી હજી પેલી ગૂંચ ઉકલતી નહોતી કે ચંદુએ પૂછયુ: ‘ ગબ્બન સાબ, કિસ ઉલઝનમે પડે હુએ હૈ? કાંઈ ચિંતા હૈ?- અને પછી હસી પડયો. ગબ્બને વળતો મોઘમ જવાબ આપ્યોઃ ‘ચંદુ, બાત કુછ ઐસી બની હુઈ હૈ, કિ મગજ ચલતા નહી. સાલ્લા, કયા કરુ… કયા કરુ? બડી મુશ્કીલમે હું.” ‘‘મુઝે બતાઓ તો કુછ હલ નિકલેગા.” ચંદુએ ઠાઠથી કહ્યુ પણ પ્રતિભાવમાં ગબ્બને કંઈ જવાબ ન આપ્યો. અચાનક કૈંક યાદ આવતા ચંદુ બોલ્યોઃ ‘સર, હમણા હમણા જાડેજા સાહેબને નાઈટ ડયુટી બહુ રહેતી લાગે છે! કાલે રાત્રે મોડા મોડા આવ્યા હતા. આજકાલ કયાં જાય છે? કોઈ બીટવાળા ય સાથે નથી હોતા, બસ એકલા એકલા જ તેઓ નીકળી પડતા હોય છે? “હે? એજ…..’’ ગબ્બન ખુરશી પરથી ઉભો થઈ જતા ચંદુ આશ્ચર્ય પામ્યોઃ ‘‘હા, હા, એમ જ કહુ છું કે આજકાલ જાડેજા સર રાત્રી રોનમાં બહુ નીકળી પડે છે ને કાંઈ? આ ગઈ રાત્રે ય છેક બેથી ત્રણના ગાળામાં આવ્યા હતા. ‘‘બેથી ત્રણના ગાળામાં?” ગબ્બન ચક્કર ખાઈ ગયો “તું સાચુ બોલે છે ચંદુ!”
“નહી તો ?….હુ શું કામ ખોટુ બોલુ? હું બરોબર મારા ઘરની બહાર નીકળ્યો. મારા ભાઈને બહારગામ જવાનુ હતું એટલે એેને બસસ્ટેન્ડે મૂકીને હું ઘરે આવ્યો. મોટરસાયકલ પાર્ક કરીને ઘરમાં જતો હતો ત્યાં કુતરા બહુ ભસવા માંડયા. એટલે સહજપણે મેં જાયુ તો ગોડાઉન અને ગેરેજવાળો જે રસ્તો છે, ત્યાંથી કોઈ આવતુ દેખાયું, જાયુ તો જાડેજા સાહેબ હતા….એટલે પૂછુ છું’’
‘‘ચંદુને બીજુ કાંઈ પૂછવુ હોય તો પૂછી જાેજે…પાછો-’’ પાછળ આવીને ઉભા રહી ગયેલા ઈન્દ્રજીત જાડેજાથી બન્ને બેખબર હતા. પણ અચાનક ઉંઘતા ઝડપાઈ ગયા હોય એમ બન્ને ડરી ગયા… ઝપકી ગયા. એટલે ઈન્દ્રજીતે આગળ આવતા કહ્યુ ઃ ‘‘તુ નોકરી કરે છે કે પછી મારી સી.આઈ.ડી. કરે છે ચંદુ?’’ વજનદાર હાથનો એક ધબ્બો ચંદુના બરડામાં પડયો. એટલે ચંદુ બેવડ વળી ગયો. ગબ્બન તો હાકાબાકા જ થઈ ગયો. ઈન્દ્રજીતે એક તીખી નજર ગબ્બન તરફ ફેંકતા એક મોટી ગાળ કાઢી. મભમ રીતે બન્નેના છોતરા કાઢતા કહ્યુંઃ ‘‘ મારી સી.આઈ.ડી. કરવા કરતા તમારી નોકરીનું ધ્યાન રાખજા. નહિંતર નવા સાહેબ અહીથી તગેડી મૂકશે સમજ્યા?’’
‘‘નવા સાહેબ? ’’ બન્ને ચોંકયા.
‘‘ચેમ્બરમાં જાઈ આવો, ત્યાં તમારા સકસેના સાહેબ હવે બેઠા નથી. એમની જગ્યાએ રાઠોર સાહેબ આવીને બેસી ગયા છે, અને તમારા સાહેબ આજથી જ રજા ઉપર જાય છે, લલ્લુ પંજુઓ… હવે બધા રેલા તમારી નીચે આવશે ત્યારે ખબર પડશે. જવાબમાં ચંદુ ધ્રુજવા લાગ્યો અને ગબ્બનના કપાળે પરસેવાના રેલા ઉતરી રહ્યા. એજ વેળા સકસેના બહાર આવ્યા અને ધીમે પગલે ઓફિસના પગથિયા ઉતરી ગયા (ક્રમશઃ)