ભારતમાં ઓમિક્રોનના મામલા વધી રહ્યા છે. ઓમિક્રોનની સંખ્યા વધીને ૨૧ થઈ ગઈ. ત્યારે કોરોનાના દૈનિક મામલામાં પણ ઉતાર ચઢાવ ચાલું છે. ગત કેટલાક દિવસથી રોજના કેસ ૧૦ હજોરની નીચે આવી રહ્યા છે.
હાલ દેશમાં કુલ ૩ કરોડ ૪૬ લાખ ૪૧ હજોર ૫૬૧ મામલા સામે આવી ચૂક્યા છે. આ સાથે સાજો થનારાની સંખ્યા તેજીથી આગળ વધી રહ્યા છે. દેશમાં મહામારીથી મરનારાની સંખ્યા ૪,૭૩,૫૫૫ થઈ ગઈ છે.
ગત ૨૪ કલાકમાં કોરોનાના ૮૩૦૬ નવા મામલા સામે આવ્યા છે. એટલે કે રવિવારની સરખામણીએ સોમવારે જોરી આંકડામાં ૫૦૦ દર્દીઓનો ઘટાડો આવ્યો છે. આ દરમિયાન ૮૮૩૪ લોકો સાજો થયા છે. રાહતની વાત એ છે કે કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે. ૫૫૨ દિવસમાં સૌથી ઓછા એક્ટિવ કેસ રહ્યા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૯૮,૪૧૬ છે. રવિવારે ૮૮૯૫ નવા મામલા સામે આવ્યા હતા. જ્યારે ૬૯૧૮ સાજો થયા હતા.
બીજી તરફ દેશમાં ઓમિક્રોનના મામલા સતત વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૧ મામલા આવી ચૂક્યા છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ છે. જો કે વિશેષજ્ઞોનું કહેવું છે કે ડરથી વધારે સતર્ક રહેવાની જરુર છે. ત્યારે બીજી તરફ કોરોનાના દૈનિક મામલા ગત કેટલાક સમયથી ૧૦ હજોરથી ઓછા મામલા રહ્યા હતા. જો કે દેશના અનેક રાજ્યોમાં કોરોનાન મામલા ધીરે ધીરે વધી રહ્યા છે. દિલ્હી, બંગાળ, મહારાષ્ટ્ર, ગોવા સહિત અન્ય પ્રદેશોમાં કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોનાના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોર્નનો પહેલો મામલો સામે આવ્યો છે. સંક્રમિત દર્દી તાંજોનિયાથી પાછો ફર્યો હતો.