ગોંડલ ખાતે રામદેવ ગત મંડળ દ્વારા બટુક ભોજન તથા જરૂરિયાતમંદોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રામદેવ ગત મંડળ મોવિયાના ઘનશ્યામબાપુ ગોંડલીયા દ્વારા શહેરમાં વસવાટ કરતા જરૂરિયાતમંદો માટે શિયાળા દરમિયાન આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. ગરીબ બાળકોને બટુક ભોજન કરાવી કોટ, સ્વેટર, ગરમ શુટ સહિત ગરમ કપડાનું વિતરણ કરાયું હતું. આ તકે રમાબેન દાવડા, લંડન યુકે દ્વારા રામાપીર પાઠનું આયોજન પણ કરાયું હતું.