ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ગણેશ ચતુર્થીના અવસરે વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસ કામોનો શુભારંભ કર્યો. કુલ ૩ કરોડ ૩૦ લાખના ખર્ચે વિવિધ શૈક્ષણિક સુવિધાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
વીરડી ગામમાં ૪૦ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે ૧૦ લાખના ખર્ચે શાળા પરિસરના નવીનીકરણનો પ્રારંભ થયો હતો. મીતીયાળા ગામમાં ૧.૫૦ કરોડના ખર્ચે મંજૂર થયેલી સરકારી માધ્યમિક શાળાના બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. લીલીયા તાલુકામાં ૧ કરોડના ખર્ચે નાના લીલીયામાં નવી પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું ભૂમિપૂજન થયું, જ્યારે શેઢાવદર ગામમાં ૩૦ લાખના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમોમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ ભીખાભાઇ ધોરાજીયા, તાલુકા પંચાયતના પ્રમુખો, જીતુભાઇ કાછડીયા તથા કાનજીભાઇ નાકરાણી, જિલ્લા પંચાયતના સદસ્યો પુનાભાઇ ગજેરા અને વિપુલભાઇ દુધાત, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઇ વેકરીયા તથા ભનુભાઇ ડાભી, ગૌતમભાઇ વિંછીયા અને જીગ્નેશભાઇ સાવજ, પૂર્વ તા.પં. પ્રમુખ મનુભાઇ ડાવરા, પ્રમોદભાઇ રંગાણી તથા જયસુખભાઇ સુરાણી, કિશનભાઇ ખુમાણ અને પરેશભાઇ પાડા, લીલીયા તથા ભેંસવડી સરપંચ ભરતભાઈ ઠુંમર, નાના લીલીયા સરપંચ અરવિંદભાઈ માલવિયા, શેઢાવદર સરપંચ ગોવિંદભાઈ કાનાણી, અનિલભાઈ પાનસેરીયા, નિલેશભાઈ વિંછીયા તથા ભાજપ અગ્રણીઓ સહિતના સ્થાનિક આગેવાનો જોડાયા હતા.