લીલીયા મોટાના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગટરના ગંધાતા પાણી બાબતે આવેદન પત્ર પાઠવેલ જેમાં જણાવેલ કે લીલીયા ગામની ગટર હાલ ભયંકર રીતે ઉભરાય છે. અને તેના ગંદા પાણી ગામની બજારોમાં નીકળે છે. લીલીયાના લોકોને ખરીદી કરવા ગટરના ગંદા પાણીમાં ચાલીને નીકળવુ પડે છે. લીલીયાની મોટા ભાગની ગટરની કુંડીઓ જામ થઇ ગયેલ હોય અવાર નવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરેલ છે. લીલીયા પંચાયત પાસે ગટરની સફાઈ બાબતે જેટીંગ મશીન ફાળવવામાં આવેલ ના હોય ગટરની સાફ સફાઈ આજ સુધી થયેલ નથી અને ગટર બાબતે કોઈ સંતોષકારક કામગીરી થયેલ નથી. ગંધાતા પાણીને કારણે વેપારીઓના ધંધા ભાંગી પડયા છે. દુકાનદારને પણ દુકાનમાં બેસી શકાતું નથી. આ તકે વેપારી એસો.ના પ્રમુખ પરીન સોની સહિતના આગેવાનો જાડાયા હતા.