ગુજરાત સરકારના આરોગ્ય અને આદિજાતિ કલ્યાણ મંત્રી નીમિષાબેન સુથાર હાલ અમરેલી જિલ્લાના પ્રવાસે છે ત્યારે આ દરમિયાન તેમણે ગજેરા શૈક્ષણિક સંકુલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, મંત્રી નીમિષાબેન સુથાર સંસ્થાના પીટીસી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે. શુભેચ્છા મુલાકાત દરમિયાન તેમનું મોમેન્ટો અને શાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, જીતુભાઇ ડેર, ચતુરભાઇ વગેરે દ્વારા મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના હોસ્ટેલ ડાયરેક્ટર વલ્લભભાઇ રામાણીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. સંસ્થાના નિયામક મનસુખભાઇ ધાનાણીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.