અમરેલી ગજેરા શૈક્ષણિક સંકુલમાં ધો. ૯ થી ૧ર અને ફાર્મસીમાં હોસ્ટેલ એડ્‌મીશન મેળવવાનું હોય તેમને સરકારની યોજના મુજબ બિન-અનામત કેટેગરીમાં આવતી વિદ્યાર્થિનીઓને માસિક રૂ. ૧પ૦૦ લેખે દસ માસના રૂ. ૧પ૦૦૦ની સહાય મળતી હોય છે. ત્યારે વેકેશન દરમિયાન વિદ્યાર્થિનીઓ જાતિનો દાખલો, વાલીની આવકનો દાખલો જે-તે લાગુ પડતી તાલુકા પંચાયત અથવા મામલતદાર કચેરીમાંથી મેળવી લે તેમજ બેંક એકાઉન્ટ ખોલાવી પાસબુક મેળવી લે તેવો શાળા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. યોજનાના ફોર્મ ભરવાના શરૂ થાય ત્યારે ઓનલાઇન ફોર્મ ભરી અમરેલી સમાજ કલ્યાણ ઓફિસ ખાતે રજૂ કરવા સંસ્થા વતી વલ્લભભાઇ રામાણીની યાદીમાં જણાવાયું છે.