અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એમ.કોમ.માં અભ્યાસ કરતી મહિલા કોલેજની ૬ વિદ્યાર્થિનીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.કોમ. વર્ષ ૨૦૨૩-૨૪ના પરિણામમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરીને કોલેજનું નામ રોશન કર્યું છે. ચોથાણી સુરભીએ ૮૬.૫૫% સાથે યુનિવર્સિટીમાં બીજો ક્રમ મેળવ્યો છે, જ્યારે બસીયા વૈદેહી ૮૬.૪૫% સાથે ત્રીજા અને અકબરી જેનીશા ૮૬.૩૫% સાથે ચોથા ક્રમે રહી છે. અન્ય રેન્કર્સમાં મોરી પ્રિનલ (સાતમો ક્રમ, ૮૫.૫૦%), ચકરાણી કૃપાલી (આઠમો ક્રમ, ૮૫.૪૦%) અને પરમાર ઉર્વશી (દસમો ક્રમ, ૮૪.૪૦%)નો સમાવેશ થાય છે. સંકુલ પરિવારે આ અસાધારણ સિદ્ધિ બદલ તમામ વિદ્યાર્થિનીઓ અને રેન્કર્સને અભિનંદન પાઠવ્યા છે.










































