અમરેલીની શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ એમ.કોમ. મહિલા કોલેજે એમ.કોમ. (ઈએમ) સેમ. IV ની પરીક્ષામાં ૧૦૦% પરિણામ અને ૧૦૦% ડિસ્ટીંક્શન મેળવીને ગૌરવ હાંસલ કર્યું છે. અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ (સુરત) દ્વારા સંચાલિત આ કોલેજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ (ગર્લ્સ), ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે આવેલી છે. કોલેજમાં ગજેરા ક્રિષ્ના પી. એ ૯૧.૨૦% સાથે પ્રથમ, ગોહિલ નિમિષા આર. એ ૯૦.૬૦% સાથે દ્વિતીય અને લીલા અરમીન એસ. એ ૯૦.૨૦% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૨૦૨૪-૨૫ ની પરીક્ષામાં કોલેજના આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ સંકુલ પરિવારે સ્ટાફ, વિદ્યાર્થીઓ અને રેન્કર્સને અભિનંદન પાઠવ્યા છે.