અમરેલીમાં શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ(ગર્લ્સ) ખાતે કાર્યરત લેઉવા પટેલ ટ્રસ્ટ ઉચ્ચ પ્રાથમિક શાળા, પી.આર. ધામી પ્રાથમિક કન્યા શાળા, એસ.એમ. વઘાસિયા ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રસ વધારવા ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક વિષયો પર આકર્ષક અને સર્જનાત્મક પ્રોજેક્ટ તૈયાર કર્યા હતાં.
અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત(અમરેલી)ના અગ્રણીઓએ મેળામાં વિવિધ પ્રોજેક્ટ નિહાળ્યા હતા અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.









































