તા.૩૦ ડિસેમ્બરના રોજ શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસ ખાતે શૈક્ષણિક અભ્યાસની સાથે વિદ્યાર્થીઓમાં રમત-ગમતનું મહત્વ વધે તે હેતુથી ‘સ્પોટ્ર્સ-ડે ૨.૦’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાંતાબેન હરિભાઈ ગજેરા શાળા (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ), ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળા અને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આગામી ખેલ મહાકુંભની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોજાયેલા આ સ્પોટ્ર્સ-ડેમાં મુખ્ય મહેમાન તરીકે તુષારભાઈ જોશી, આઇ.પી.બારડ, દિનેશભાઈ ભૂવા, સંસ્થાના મંત્રી ચતુરભાઈ ખૂટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીની ઉપસ્થિતિમાં મશાલ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.