અમરેલી, તારીખ ૩૧-૧૨-૨૦૨૪ના રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શાળાના પ્રાથમિક શાળા ગુજરાતી, મિશ્ર અને અંગ્રેજી માધ્યમના સંયુક્ત ઉપક્રમે વડીલ વંદના કાર્યક્રમનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં વડીલો પ્રત્યે આદર અને સંસ્કારનું નાનપણથી જ સિંચન કરવામાં આવે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમને અનુલક્ષીને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાગીત, સ્વાગત ગીત અને ડાન્સ કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત બાળકો દ્વારા આભાર વ્યક્ત કરવા સાથે માતા-પિતા અને દાદા-દાદીનું પૂજન કરવામાં આવ્યું હતું. આવી રીતે ભારતીય સંસ્કૃતિ-સંસ્કારનો વારસો જાળવી ૩૧ ડિસે.ની અનોખી ઉજવણીનું આયોજન કરવા બદલ તમામને સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ અભિનંદન પાઠવ્યા હતા.