ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં લેવાયેલી મ્.ઁરટ્ઠદ્બિ સેમ.-ફૈંંંની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. આ પરીક્ષામાં અમરેલીના ગજેરા કેમ્પસની શ્રીમતી સી.વી.ગજેરા મહિલા ફાર્મસી કોલેજની વિદ્યાર્થિનીઓએ ૯૮% પરિણામ સાથે ૧૦૦% ફર્સ્ટક્લાસ મેળવેલ છે. આ ઉપરાંત કોલેજે યુનિવર્સિટીના ટોપટેનમાં પણ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં અકબરી ખુશી આર., કોલેજ ફર્સ્ટ -SPI-9.09, જોષી વિધી જે. કોલેજ સેકન્ડ-SPI-9.09 અને સંઘાણી યથ્વી એન. કોલેજ થર્ડ-SPI-9.09 પ્રાપ્ત કરેલ છે. આ ઝળહળતી સફળતા બદલ સ્ટાફ-સ્ટુડન્ટ્સ-રેન્કરને અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત અને ગજેરા શૈક્ષણિક સંકુલ તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ છે.








































