અમરેલીની શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શાળા, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ તેમજ જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સિલન્સના વિદ્યાર્થીઓએ કલા મહાકુંભ ૨૦૨૪ આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તાલુકાકક્ષાની વિવિધ શાળાઓમાંથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં કેમ્પસના સોલંકી ઈશા વલ્લભભાઈએ નિબંધ સ્પર્ધામાં પ્રથમ, દુધરેજીયા જન્મેય કુલદીપભાઈએ એકપાત્ર અભિનયમાં તૃતીય અને દેવમુરારી દીપ જનકભાઈએ હાર્મોનિયમ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નોંધનીય છે કે સંસ્થા દ્વારા સાંસ્કૃતિક અને સાહિત્યિક સ્પર્ધાલક્ષી નિઃશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવે છે. ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓને વસંતભાઈ ગજેરા સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.