અમરેલીની શ્રીમતી એસ. એચ. ગજેરા કેમ્પસ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા (જીય્હ્લૈં) દ્વારા જિલ્લા કક્ષાની ૬૮મી હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લાની વિવિધ શાળાઓના ભાઇઓ અને બહેનો માટે જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને તેમાં ગજેરા કેમ્પસના ખેલાડીઓ જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ઝળક્યા હતા. આ કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઇ પેથાણી, જિલ્લા રમત વિકાસ અધિકારી પૂનમબેન કુમકિયા અને ગુજરાત વ્યાયામ મંડળના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પસમાં દરેક વિદ્યાર્થીને સ્પોટ્ર્સ માટે મહ¥વનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. વિજેતા ખેલાડીઓને સંસ્થાના પ્રમુખ વસંતભાઇ ગજેરા, મંત્રી ચતુરભાઇ ખૂંટ, મંત્રી મનસુખભાઇ ધાનાણી વગેરે અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.