અખિલ ભારતીય રમત-ગમત આયોજિત શાળાકીય રમોત્સવ SGFI દ્વારા સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન ૨૪ થી ૨૮ ઓક્ટોબરના રોજ વડોદરા મુકામે થયેલ હતું. તેમાં વિવિધ જિલ્લાઓના રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શાળાના વિદ્યાર્થીઓ બાંભણિયા સૃષ્ટિ, તાવિયા બીપીન, પરમાર ધર્મિષ્ઠાએ રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવેલ તેમજ (૧) તાવિયા રીના, તાવિયા ગુંજલ, તાવિયા ઋત્વિક, લકુમ કાજલએ સિલ્વર મેડલ મેળવેલ અને (૧) ચાવડા હેતવી, (૨)ભદાણિયા મિલનએ બ્રોન્ઝ મેડલ મેળવી શાળા તેમજ જિલ્લાનું નામ રાજ્ય લેવલે રોશન કરેલ. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મંત્રી મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ખેલાડીઓને અને કોચ પૂલકીતાબેનને અભિનંદન પાઠવ્યા હતા.