જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ગંદરબલ એન્કાઉન્ટરની તપાસના આદેશ આપ્યા છે. આ આદેશમાં મધ્ય કાશ્મીરના ગંદરબલ જિલ્લાના અરહામા વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં એક કથિત આતંકવાદીના મોતની સંપૂર્ણ અને નિષ્પક્ષ મેજિસ્ટ્રેટ તપાસની માંગ કરવામાં આવી છે. સેના સાથેના કથિત એન્કાઉન્ટરમાં ૨૯ વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ આ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવતા પારદર્શક અને સમયસર તપાસની માંગ કરી.
શ્રીનગરની બહારના અરહામા ગામમાં રાતોરાત કાર્યવાહી દરમિયાન સેનાએ એક સ્થાનિક આતંકવાદીને માર્યો હોવાનો દાવો કર્યાના એક દિવસ પછી, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના વડા મહેબૂબા મુફ્તીએ સત્તાવાર નિવેદન અંગે મુખ્યમંત્રીના શંકાઓનો પડઘો પાડ્યો.
અબ્દુલ્લાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં લખ્યું, “મારું માનવું છે કે પરિવારના દાવાને સંપૂર્ણપણે ફગાવી દેવો જાઈએ નહીં. ઓછામાં ઓછું, આ ઘટનાની પારદર્શક અને સમયસર તપાસ થવી જાઈએ, અને તમામ હકીકતો જાહેર કરવી જાઈએ.” તેમણે ઉમેર્યું, “તપાસની જાહેરાતમાં વિલંબ કરવાનો કોઈપણ પ્રયાસ ફક્ત વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડશે અને તે કોઈના હિતમાં નથી.”
લોકસભા સભ્ય આગા સૈયદ રુહુલ્લાહ મેહદી પણ સમયસર અને સ્વતંત્ર તપાસની માંગમાં મુખ્યમંત્રી અબ્દુલ્લા સાથે જાડાયા. શ્રીનગરના લોકસભા સભ્યએ ઠ પર જણાવ્યું હતું કે, “ગંદરબલ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા રાશિદ અહેમદ મુઘલનો પરિવાર કહે છે કે તે એક નિર્દોષ નાગરિક હતો અને તેનો આતંકવાદ સાથે કોઈ સંબંધ નહોતો. તેના કપડાં પણ બદલાઈ ગયા હતા. સેના તેની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કરી રહી છે.” તેમણે કહ્યું કે પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપો “અત્યંત ગંભીર” છે અને પોલીસનું મૌન “અસ્વીકાર્ય” છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ ઓમર અબ્દુલ્લાને ટેકો આપ્યો હતો, સેનાના સત્તાવાર નિવેદનમાં વિસંગતતાઓનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, “સેનાએ પહેલા કહ્યું કે તે વિદેશી આતંકવાદી છે, પછી કહ્યું કે તે આતંકવાદ સાથે જાડાયેલો સ્થાનિક આતંકવાદી છે.” તેમણે એવા અહેવાલોનો ઉલ્લેખ કર્યો હતો કે મુઘલ ખરેખર એક અનાથ હતો જે એક દ્ગર્ય્ં ચલાવતો હતો. મહેબૂબાએ અંતિમ સંસ્કાર પ્રક્રિયા માટે વહીવટની ટીકા કરી હતી. તેમણે કહ્યું, “તેનો મૃતદેહ તેના પરિવારને પણ સોંપવામાં આવ્યો ન હતો. તેને બારામુલ્લામાં દફનાવવામાં આવ્યો હતો. આપણા યુવાનો સાથે આવું જ થઈ રહ્યું છે.”
અહેવાલ મુજબ, રાશિદના પરિવારે જણાવ્યું હતું કે તે સ્થાનિક ગ્રામજનોને બેંક લોન અને વિવિધ સરકારી યોજનાઓ માટે ફોર્મ ભરવામાં મદદ કરવા માટે એક સંસ્થા ચલાવતો હતો. આ આરોપો એવા દિવસે સામે આવ્યા જ્યારે લેફ્ટનન્ટ ગવર્નરના વહીવટીતંત્રે પોલીસ વિભાગમાં મોટા ફેરફારના ભાગ રૂપે ગાંદરબલના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ખલીલ અહેમદ પોસવાલ સહિત ૮૨ અધિકારીઓની બદલી કરી હતી. ૩૦ એપ્રિલે નિવૃત્ત થનારા પોસવાલને ૧૨મી ઇન્ડિયા રિઝર્વ બટાલિયનના કમાન્ડન્ટ તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ૨૦૧૬ બેચના આઇપીએસ અધિકારી સુધાંશુ ધામાને ગાંદરબલના નવા એસએસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.








































